Samay Sandesh News
ગુજરાતસુરત

સુરત મહાનગરપાલિકાનાં સ્વિમિંગ કરવું હવે મોંઘુ બની જશે

સુરત મહાનગરપાલિકાનાં સ્વિમિંગ કરવું હવે મોંઘુ બની જશે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં હવે ફીની સાથે સાથે ૧૮ ટકા જીએસટી લગાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આવતીકાલે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મંજુર થઈ જાય તો પાલિકાના સ્વિમિંગ પુલમાં ત્રણ માસની ૧૨૦૦રૂપિયાની ફી સાથે ૨૧૬ રૂપિયાનો જીએસટી ચુકવવો પડશે. પાલિકાની સ્થાયી સમિતિ દરખાસ્ત મંજુર કરે તો હાલનાં સભ્યોની સંખ્યાં જોતાં પાલિકાને વાર્ષિક ૧૪ લાખની વધારે આવક થવાનો અંદાજ છે.સુરત મ્યુનિ.ની આવકના સ્ત્રોત ધટવા સાથે ખર્ચ વધતા પાલિકાએ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે પ્રયાસ કર્યા છે. પાલિકાના હરવા ફરવાના સ્થળ તથા સ્વિમિંગ પુલમાં જીએસટી વસુલ કરવાનું હોય છે. ભુતકાળમાં પાલિકાએ એક્વેરિયમ અને નેચર પાર્કમાં જીએસટી માટેની દરખાસ્ત રજુ કરી હતી પરંતુ તે મંજૂર કરી ન હતી. આ બંને જગ્યાએ જીએસટીની રકમ નજીવી હતી તેથી પાલિકાએ દરખાસ્ત મંજુર કરી ન હતી. પરંતુ હવે કોરોના બાદ સ્વિમિંગ પુલ શરૂ થઈ રહ્યાં છે તેમાં ત્રણ માસની એક સભ્ય ફી પર ૨૧૬ રૂપિયા જેટલો જીએસટી લાગે છે તેને સભ્ય પાસે વસુલ કરવા માટે દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે

સુરતમાં હવે કોરોનાના કેસ ઝીરો થઈ રહ્યાં છે ત્યારે પાલિકાના સ્વિમિંગ પુલ પણ આગામી દિવસોમાં ફુલ હાજરીથી શરૂ થાય તેવી શક્યતા છે. પાલિકાના સ્વિમિંગ પુલ શરૂ થાય તે પહેલા પાલિકા તંત્રએ ફીનું માળખું નવું બનાવવા માટે કવાયત શરૂ કરી છે. પાલિકાના સ્વિમિંગ પુલમાં ફીની સાથે હવે જીએસટી વસુલાત પણ કરવામાં આવશે. પાલિકાની સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. હાલમાં બે હજાર જેટલા સભ્યો છે ભૂતકાળમાં ચાર હજાર જેટલા સભ્યો હતા. હાલના સભ્યોની ગણતરી કરવામાં આવે અને સ્વિમિંગ ફી સાથે ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવે તો પાલિકાને વાર્ષિક ૧૪ લાખની આવક થઈ શકે તેમ છે. જોકે, પાલિકા સ્વિમિંગ પુલ માટે જે ફી વસુલ કરે છે તેનાં કરતાં સ્વિમિંગ પુલનાં મેઈન્ટેન્સ અને પગાર માટે વધુ ખર્ચ થાય છે તેમ છતાં પાલિકા લોકોના આરોગ્ય નો ખ્યાલ રાખીને સ્વિમિંગ પુલ ચલાવી રહી છે જેને જોતાં આ દરખાસ્ત મંજુર થાય તેવી શક્યતા વધુ છે.

Related posts

Technology: કોણ IP એડ્રેસ ધરાવે છે અને તેનું સંચાલન કોણ કરે છે ?

samaysandeshnews

Rajkot: જેતપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી

samaysandeshnews

ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહમાં સાંસદ શ્રી સી.આર.પાટીલ તથા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!