સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના નિયમનું પાલન કરાવવામાં પાલિકાનાં બેવડા નિયમ ફરીથી બહાર આવ્યા છે. ખાનગી પાર્ટી પ્લોટ અને લગ્નની વાડીમાં આવનારા લોકો ના વેક્સિન નાં સર્ટિફિકેટ ની ચકાસણી વાડી કે પ્લોટના સંચાલકે કરવાની છે. જ્યારે બીજી તરફ મહાનગરપાલિકાનાં કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ ભાડે લેનાર એ પોતાના મહેમાનોને વેક્સિનેશન ની ચકાસણી કરવાની રહેશે તેવા પ્રકારની જાહેરાત કરી છે જેનાં કારણે વિવાદ ઉભો થયો છે.સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા લગ્ન હોલ કે પાર્ટી પ્લોટ માં કોઈપણ પ્રસંગે યોજાઈ જેમાં આવનારા મહેમાનો એ દક્ષિણના બંને rose લીધા છે કે નહીં તેની ચકાસણી કરવાની જવાબદારી પ્લોટ કે હોલના સંચાલકોને માથે નાખી છે. જો મહેમાન વેક્સિનેશન વગર માલુમ પડે તો પાલિકાએ ઓલ કે પાર્ટી પ્લોટ બંધ કરાવવાની ચીમકી આપી છે. જેના કારણે ખાનગી પાર્ટી પ્લોટ કે હોલના માલિકોએ લગ્ન કે અન્ય પ્રસંગ માં આવનારા મહેમાનોનાં ચકાસણી શરૂ કરી દીધી છે.
જ્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ અથવા પાર્ટી પ્લોટ ભાડે આપવામાં આવે અને તેમાં મહેમાનો આવે તેના વેકેશન ની ચકાસણી જવાબદારીમાંથી મહાનગરપાલિકાએ હાથ ઊંચા કરી દીધા છે. ખાનગી પાર્ટી પ્લોટ કે મેરેજ હોલ ના સંચાલકો પાસે પાલિકા કડકાઈ પૂર્વક નિયમોનું પાલન કરાવી રહી છે. જ્યારે પાલિકાના પોતાનાં જ કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટ જે ભાડે લેશે તેને જ પોતાનાં મહેમાનોના સર્ટિફિકેટ ની ચકાસણી કરવાની રહેશે. પાલિકાના આવા વિચિત્ર નિર્ણયને કારણે ખાનગી પ્લોટમાં ધારકો પાલિકાનાં કોમ્યુનિટી હોલ ભાડે લેનાર લોકોમાં અસંતોષની લાગણી જોવા મળે છે