ક્યારેય જવારામાંથી બનાવેલ જવેલરી પહેરી છે.જો ના પહેરી હોય તો વનિતા વિશ્રામ ખાતે યોજાયેલા હુનર હાટ માં તમે આ પ્રકાર ની જવેલેરી જોઈ પણ શકો છો અને પહેરી પણ શકો છો.વિનીતા વિશ્રામ ખાતે હસ્તકલા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે હુનર હાટ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં 30 રાજ્યોના ૩૦૦ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે.કલકત્તા થી આવેલ એક મહિલા કલાકાર દ્વારા જવારા (છોલ્યા વગર ના ચોખા) માંથી જવેલરી બનવવા માં આવી છે. રેગ્યુલર જ્વેલરી કરતાં એક અલગ પ્રકારની જવેલેરી લોકો માટેઆકર્ષણનું કેન્દ્ર બની રહે તો કોઈ નવાઈની વાત નથી.સરકાર દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોમાં વસતા અલગ અલગ કળા ના હસ્તકલાના કારીગરોને એક જ જગ્યાએ પોતાની કલા પ્રદર્શિત કરવાનું સ્ટેજ મળી રહે તે માટે યોજાવામાં આવે છે.
જેમાં કલકતાથી આવેલ પુતુલ મિત્રા પણ પોતાની આગવી કળા સાથે આ પ્રદર્શન માં ભાગ લીધો છે.પુતુલએ જવારા માંથી અલગ પ્રકાર ની જવેલેરી બનાવી છે.જે હાલ મહિલાઓમાં આકર્ષણ નું કેન્દ્ર બની બની છે.સ્ટેટ એવોર્ડ વિજેતા પુતુલ એ કહ્યું કે છેલ્લા ૨૧ વર્ષથી હું આ જ્વેલરી બનાવું છું .સૌપ્રથમ મે ધાન(જવારા)માંથી રાખડી બનાવી હતી. તેમાં સફળતા મળતાં મેં જ્વેલરી બનાવવાનું વિચાર્યું .પરંતુ મને તેનો કોઈ અનુભવ ન હતો .તેથી જ્વેલરી બનાવવાની શરૂઆત કરતા મને એક વર્ષ લાગ્યું હતું.પહેલા મેં બ્રેસલેટ અને બુટ્ટી બનાવવાની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ધીરેધીરે મેં અલગ અલગ ટાઈપ ના સેટ, દુલ્હન સેટ વગેરે બનાવવાની શરૂઆત કરી અને તેમાં મને સફળતા મળી.આજે હું જવારા માંથી સેટ,નેકલેસ,ચોકર,બિંદી ,બ્રાઇડલ માટે ની જરૂર મુજબ બધું જ હું બનાવી લઉં છું.આ જવેલેરી 100 રૂપિયા થી લઈને 2000 સુધી માં મળે છે . પહેલા હું એકલી જ્વેલરી બનાવતી હતી.હમણાં 25 મહિલાઓ સાથે હું કામ કરી રહી છું જેથી તેઓને પણ રોજીરોટી મળી રહે છે. જવારામાંથી જ્વેલરી બનાવવાની સૌપ્રથમ શરૂઆત મેં કરી હતી. જેને ધ્યાનમાં રાખીને 2014માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે મને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. હુનર હાટ અમારા જેવા હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદ સમાન સાબિત થાય છે. જેના થકી અમે અમારી કળા દેશનાં ખૂણે-ખૂણે પહોંચાડી શકીએ છીએ.