Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

સેતાલુસ ગામના ઉપસરપંચ લક્ષ્મીબેન ખટાવરાને આજની બજેટની મિટિંગમાં ન બેસવા દેવામાં આવતા ઉગ્ર વિરોધ દર્શાવ્યો,

ઉપસરપંચ લક્ષ્મીબેન એ સમય સંદેશ ન્યૂઝ સાથેની વાતમાં જણાવ્યું કે – 2020થી ઉપસરપંચનું પદ ધરાવે છે, તેઓ સરપંચ અમરીબેન ઠુંગા સાથે કામ કરે છે છતાં પણ તેમને આજની બજેટની મિટિંગમાં બેસવા દેવામાં ન આવ્યા.

તેમને જણાવ્યું કે ગામમાં ઘણા સમય થી કોઈ કામ થઇ રહ્યા નથી, અને બધા જ કામ સરપંચ અમરીબેન ઠુંગા ને બદલે તેમના જેઠ સામત મંગાભાઇ ઠુંગા તથા સભ્યો દ્વારા ગામનું બધું જ કામ કરવામાં આવી રહ્યું છે, ઉપસરપંચ લક્ષ્મીબેન ને કોઈ પણ જાતની જાણ કાર્ય વગર બધા કામો કરવામાં આવી રહ્યા છે, અને તેમની સહી પણ લઇ જવામાં આવી છે, છતાં પણ તેમને જાણ કરવામાં આવતી નથી.

ગામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, સરપંચ દ્વારા તેવું જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ મિટિંગમાં લક્ષ્મીબેન 8 મહિનાથી મિટિંગમાં આવી રહ્યા નથી, પણ ઉપસરપંચ એ કહ્યું કે હું 10 માં મહિનામાં મિટિંગમાં ગઈ હતી જેના પુરાવા પણ મારી પાસે છે તો એમ કેમ કહેવામાં આવી રહ્યું છે કે મિટિંગમાં ગેરહાજર છો !

ગામમાં દર મહિને મિટિંગ થવી જ જોઈએ જે થઇ રહી નથી તો કેમ મિટિંગ કરવામાં આવતી નથી તેવા પણ પ્રશ્નો કરવામાં આવ્યા, ઉપસરપંચ લક્ષ્મીબેન દ્વારા આવેદન મારફતે DDO અને TDO માં પણ રજુઆત કરી છે છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી, ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ મીનસારીયા દ્વારા ઉપસરપંચ લક્ષ્મીબેનનો સાથ આપવામાં આવ્યો અને તેમને મિટિંગમાં ફરજિયાત બેસવા દેવામાં આવે તેવી રજુઆત કરી, 2020 માં ગામમાં રોડ બનાવવામાં આવ્યો છે તે રોડમાં કેટલા રૂપિયા ખરચવામાં આવ્યા છે તે પણ ઉપસરપંચને જણાવવામાં આવ્યું નથી, ઉપસરપંચ ને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર બધા જ કામો કરવાં આવી રહ્યા છે જેનો તેમને ઉગ્ર વિરોધ કર્યો.

સમય સંદેશ ન્યૂઝ મારુ ગામ, મારો શું વિકાસ ના ઉદેશ સાથે દરેક ગામોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે, તો જે પણ ગામના લોકોને પ્રશ્નો હોય તો સમય સંદેશ ન્યૂઝનો સંપર્ક કરવો.

Related posts

સુરતમાં આયા એ આઠ મહિનાં નાં ભુલકા બાળકને તમાચો માર્યો અને પલંગ પર પટકયો

samaysandeshnews

PATAN: પાટણ ના  સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં  સુપ્રીમ કોર્ટ જોગણી માતાજીના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો

cradmin

Election: મજબૂત લોકશાહી માટે મળેલ આ અવસર ઝડપી અચૂક મતદાન કરવા નાગરિકોને જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!