Samay Sandesh News
ગુજરાતમોરબી

હળવદમા માલણીયાદમા ઈશનપુર ફીડરના તણખલાએ 12 ખેડુતોને પહોચાડ્યું નુકસાન

દોઢેક કિલોમીટર દૂર સુધી આગ ફેલાઈ : સાયકલ, ખાટલો,તેમજ ચણાનો પાક બળીને ખાખ

હળવદમા પીજીવીસીએલની લાલાયાવાડીના કારણે તાલુકાના છેવાડાના ગામ માલણીયાદમા આજે બપોરના સમયે વીજ તણખલો ખરતાં ત્રણ સીમમાં અલગ જગ્યાએ આગના બનાવ સામે આવ્યાં છે જેમાં ૧૨ જેટલા ખેડુતોને નુકશાન થયું છે અને સાયકલ,ખાટલો,વીજળીના વાયરો,ચણાનો તૈયાર થયેલો પાક તેમજ ભીંડો અને પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને બપોરના સમયે તણખલાથી પ્રસરેલી આગે વિકરાળ રૂપ ધારણ કરતાં સીમમાં દોઢેક કિલોમીટર શેઢો બાળીને ખાખ કરી દીધો હતો અને ખેડૂતો દ્વારા આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં.

વીજળી બિલો માટે પઠાણી ઉઘરાણી કરતી પીજીવીસીએલની બેદરકારીના કારણે મોટું નુકસાન થયું છે જેમાં અવારનવાર વીજળીના કર્મચારીઓને તાર ઉંચા કરવા અને બાવળો કાપીને સાફસફાઈ કરવાની લાલીયાવાડીના કારણે આજે બપોરના સમયે ત્રણ સીમમાં વીજ વાયરનો તણખલો પડતા આગ લાગી હતી જેમાં મેરારાની સીમમાં સુરાભાઈ રૂખડભાઈ ડાભીની વાડીમાં શેઢામા આગ લાગી હતી તેમજ ખારાની સીમમાં કમલેશભાઈ ઘનશ્યામભાઈ કણઝરીયાની વાડીમાં કેબલ તેમજ સર્કીટ બળીને ખાખ થઈ જવા પામી હતી જ્યારે વધુમાં ગડબાની સીમમાં અરવિંદભાઈ પટેલ,બળદેવભાઈ જેરામભાઈ,દેવજીભાઈ પ્રેમાભાઈ,દેવજીભાઈ ટપુભાઈ,ઉપેન્દ્રભાઈ દેવજીભાઈ,હસમુખભાઈ દેવજીભાઈ,લાલજીભાઈ દેવજીભાઈ,ઘનશ્યામભાઈ ત્રિકમભાઈ,

માધવભાઈ કરશનભાઇ,હસમુખભાઈ ટપુભાઈ સહિતના ખેડુતોની સીમમાં આવેલી જમીનમાં શેઢામા આગ લાગી ગઈ હતી તો વધુમાં ખેડુતોની વાડીએ સાયકલ, ખાટલો,તેમજ તૈયાર થયેલો ચણાનો પાક અને ભીંડાનો પાક સાથે પશુઓ માટે વાવેતર કરેલા લીલા ઘાસચારામા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.

Related posts

જામનગર: ગુજરાત સ્થાપના દિનની જામનગરમાં તૈયારીઃ રિહર્સલ

cradmin

૧૪ વર્ષનો બાળક ઘરેથી કોઇને કહયા વગર જતા રહેતા ગણતરીની કલાકોમા બાળકને શોધી તેના મા બાપ સાથે મીલન કરાવતી ધોરાજી પોલીસ

samaysandeshnews

સુરત : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત આયોજીત એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઓલપાડ તાલુકાનાં શિક્ષકોએ નવતર પ્રયોગો રજૂ કર્યા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!