- 6 વર્ષમા 10 હજારથી વધુ ચકલીઘર અને 3 હજાર પાણીના કુંડાઓનુ વિતરણ
વિશ્વ ચકલી દીવસે ચકલી બચાવો અભિયાન દ્વારા દેશ વિદેશમાં ચકલીઓ માટે ચકલીઘરથી કુંડા સહિતની ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દીવસ નિમિત્તે આ યુવાઓના ગૃપ દ્વારા 150 તેલના ડબ્બામાથી બનાવેલ ચકલીઘર,1 હજાર પુઠ્ઠામાથી બનાવેલા ચકલીઘર,1 હજાર પાણીનાં કુંડા વિતરણ કરવામાં આવ્યાં હતાં તો અત્યાર સુધીમાં યુવાનોના આ ગૃપ દ્વારા 6 વર્ષમાં 10 હજાર ચકલીઘર અને 3 હજાર જેટલા પાણીના કુંડા વિતરણ કરી લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે.
વિશ્વ ચકલી દીવસે ચકલી બચાવો અભિયાન અંતર્ગત 10હજારથી વધુ ચકલી ઘરનું ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા ચકલી એક એવું પક્ષી છે કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શક્તિ નથી ત્યારે હળવદની એક સામાજિક સંસ્થા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કે જે છેલ્લા 6 વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત પ્રજાતિઓને બચાવવા માટે દર વર્ષે ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડા સહિતનું નિશુલ્ક વિતરણ કરે છે.20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમીતે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા એક હજારથી વધુ ચકલી ઘર 1હજારથી વધુ પીવાના પાણીના કુંડા તેમજ 150 જેટલા પતરાના ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં અંદાજે 10 હજારથી વધારે ચકલી ઘર 3 હજારથી વધારે પીવાના પાણીના કુંડાની ડીશનું વિતરણ આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.હળવદમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સામાજિક કાર્ય કરી લોકહિતના કાર્યો કરે છે જેમાં ખાસ કરીને કાગળની પસ્તી ભેગી કરીને વેસ્ટમાથી બેસ્ટ બનાવી લોક ઉપયોગી કાર્ય ગૃપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.