હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત

હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલી શિવવિલા સોસાયટીમાં વર્ષોવર્ષ ચોમાસામાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોઇ રહીશોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડતી હોય છે.જે સમસ્યા હલ કરવા 20 દિવસ અગાઉ પાલિકામાં રજુઆત કરવામાં આવી હતી પણ હજુ સમસ્યા હલ નહીં થતા સોસાયટીના રહીશો સત્વરે ભૂગર્ભ પાઇપ લાઈનમાં વરસાદી પાણી નિકાલ નું આયોજન કરે તે જરૂરી બન્યું છે.
હારિજના ઝાપટપુરથી જલિયાણ ચોકડી થી શીવવિલા સોસાયટીમાં અગાઉ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોન્ટ્રાકટર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની ચેમ્બર બનાવી હતી જે ચેમ્બર માટી નાખીને બુરાણ કરી દેવામાં આવી છે. હાલના સમયે હવામાન ખતાની આગાહીના પગલે કમોસમી વરસાદ પડતા ચોમાસા પહેલાજ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે.તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ બંધ થઇ જતા.શિવવિલા સોસાયટીના રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
શિવવીલા સોસાયટીના રહીશોએ 20 દિવસ અગાઉ પણ પાલિકા ને લેખિત રજુઆત કરી હતી.તેમજ આજદિન સુધી શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ ચેમ્બર કોઈ કામમાં આવી નથી .તો સત્વરે તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવે એવી શિવવિલા સોસાયટી ના રાહીશોની માંગ ઉઠી છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
