હારીજ ખાતે ઓપરેશન સિંદૂરના વિજયની ઉજવણી રૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

પાટણ જિલ્લાના હારીજ શહેરમાં દેશભક્તિની અનોખી ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાનો भारतीय સેનાએ “ઓપરેશન સિંદૂર” દ્વારા યોગ્ય જવાબ આપ્યો હતો. આ પરાક્રમભર્યા પગલાંની ઉજવણી અને ભારતીય લશ્કરના શૌર્યને શ્રદ્ધાંજલિ આપવા હારીજ શહેરના ચાર રસ્તા પરથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશના લશ્કર જવાનોના બિરુદગાનને માન આપવો, દેશપ્રેમ જાગૃત કરવો અને શાંતિનો સંદેશ ફેલાવવાનો હતો. યાત્રામાં શહેરના અનેક હોદેદારો, હોશિયાર યુવાનો, વેપારીઓ, સામાજિક કાર્યકરો, પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ યુનિટના સભ્યો તથા મુસ્લિમ સમુદાય સહિત દરેક વર્ગના દેશપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
https://www.instagram.com/samay__sandesh/
યાત્રા દરમિયાન ડીજે સાઉન્ડ સિસ્ટમ દ્વારા દેશભક્તિથી તરબતર ગીતો વગાડવામાં આવ્યા હતા, જેમાં “ભારત માતા કી જય”, “વંદે માતરમ” જેવા નારાઓ સાથે વાતાવરણને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો તેમજ વેદાંત કોમ્પ્લેક્સ અને કે.પી. હાઈસ્કૂલ રોડથી પસાર થઈ હતી. યાત્રા અંતે જૂની મામલતદાર ઓફિસ ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું વિસર્જન કરાયું હતું.
આ યાત્રામાં ખાસ ઉપસ્થિતિ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી દશરથજી ઠાકોર, શ્રી જિગરભાઈ મેહતા, શ્રી નિલેશભાઈ રાજગોર, શ્રી મુકેેશજી ઠાકોર, હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી સંજયભાઈ ઠાકોર તથા મહિલા આગેવાન શ્રીમતી સોનલબેન ઠાકોર સહિત અનેક ગણમાન્ય મહેમાનો અને નાગરિકોએ તિરંગો હાથમાં લઇ હર્ષોલ્લાસપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો.
યાત્રામાં વિવિધ બેનરો દ્વારા ઓપરેશન સિંદૂરમાં સેનાના શૌર્યને દર્શાવવામાં આવ્યું હતું. “આંતકવાદનો નાશ, શાંતિનો પ્રકાશ”, “ભારત માવીજય” જેવા નારાઓ સાથે યાત્રા જનમનમાં દેશભક્તિના સ્નેહ અને એકતા જગાવી ગઈ.
આવા આયોજન દ્વારા હારીજ શહેરે દેશને એકતા, શૌર્ય અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. દેશભક્તિના રંગમાં રંગાયેલા આ અવસરે હારીજ નાગરિકોએ સાબિત કર્યું કે જ્યારે વાત દેશની હોય, ત્યારે દરેક નાગરિક એકસાથે ઊભા રહી શકે છે – માધ્યમ હોય તો બસ તિરંગાની છાંયાં અને ભારત માતા પર અઢળક પ્રેમ.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
