[ad_1]
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા પંડ્યા બ્રધર્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલની શ્રીલંકા સામેની સીરીઝમાં કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ આવતા બન્ને ભાઇઓ સહિત કુલ આઠ ખેલાડીઓ ટી20 સીરીઝમાથી બહાર થઇ ગયા હતા. હવે ફરીથી પંડ્યા બ્રધર્સ પોતાના નવા ફ્લેટને લઇને ચર્ચામાં આવ્યા છે. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બન્નેએ મુંબઇમાં એક લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યો છે, પંડ્યા બંધુઓ મૂળ વડોદરાના છે, જ્યાં તેમનુ એક ગોર્જિયસ પેન્ટહાઉસ પણ છે. હવે રિપોર્ટ છે કે, તેમને મુંબઇના બાન્દ્રા-ખારમાં 30 કરોડ રૂપિયાના ખર્ચે લક્ઝુરિયસ 8-BHK (4+4) ફ્લેટ ખરીદ્યો છે. ખાસ વાત છે કે ફ્લેટ બૉલીવુડના સ્ટાર અને હૉટ એક્ટ્રેસ ગણાતી દિશા પટ્ટણીની બાજુમાં છે, એટલે કે પંડ્યા બ્રધર્સ હવે દિશા પટ્ટણીના પાડોશી બન્યા છે.
હાર્દિક અને કૃણાલનો બાન્દ્રા-ખારના રુસ્તમજી પેરેમાઉન્ટમાં આ નવો લક્ઝૂરિયસ ફ્લેટ આવેલો છે. રુસ્તમજી પેરેમાઉન્ટ એક ગેટેડ કોમ્યુનિટી છે, જ્યાં સંપૂર્ણ પ્રાઇવસી સાથે આર્ટિફિશિયલ રૉક ક્લાઇમ્બિંગ વૉલ અને સ્ટાર-ગેઝિંગ ડેક સહિતની ઇન્ટરએક્ટિવ આઉટડોર સ્પેસીસ પણ છે. બીજી ખાસ વાત એ છે કે, ટીમ ઇન્ડિયાના જાણીતા ક્રિકેટર્સમાં જેવા કે વિરાટ કોહલી, યુવરાજ સિંહ અને હરભજન સિંહ મુંબઇ ન હોવા છતાં મુંબઇમાં પોતાનુ ઘર ધરાવે છે, હવે આ લિસ્ટમા પંડ્યા બ્રધર્સનો પણ સામેલ થઇ ગયા છે.
હાર્દિક અને કૃણાલના બાન્દ્રા-ખારના રુસ્તમજી પેરેમાઉન્ટમાં આવેલા આ નવા લક્ઝૂરિયસ ફ્લેટમાં સુવિધાની વાત કરીએ તો, આમાં પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ પણ હશે, આ ઉપરાંત કોમન વેલ-ઇક્વિપ્ડ જિમ્નેશિયમ અને ગેમિંગ ઝોન પણ હશે. રુસ્તમજી પેરેમાઉન્ટમાં એક પ્રાઇવેટ થિયેટર પણ છે, જેને સ્થાનિક રહેવાસીઓ વહેલા તે પહેલાના ધોરણે એડવાન્સમાં બુક કરાવી શકે છે.
હાર્દિક અને કૃણાલનો રુસ્તમજી પેરેમાઉન્ટ સ્થિત ફ્લેટ 3838 સ્ક્વેર ફૂટનો છે. આ જ એપાર્ટમેન્ટમાં ટાઇગર શ્રોફ અને દિશા પટનીનો ફ્લેટ પણ છે. આમ, પંડ્યા બંધુઓ હવે ટાઇગર-દિશાના પડોશી બનવા જઇ રહ્યા છે.
[ad_2]
Source link