હિન્દુ જાગરણ મંચના પ્રદેશ મંત્રી શ્રી રાજેશભાઈ પિલાઈ દ્વારા જામનગર જિલ્લા માં હિન્દુ જાગરણ મંચની સંગઠન રચના કરવાના ભાગ રૂપે જિલ્લા અધ્યક્ષ તરીકે શ્રી ભરતભાઈ ફલીયા ની નિમણુક કરેલ છે. આગામી સમયમાં જામનગર જિલ્લાની વ્યાપક બેઠક બોલાવવામાં આવશે અને જિલ્લાની સમિતિની રચના કરવામાં આવશે. હિંદુ જાગરણ મંચ નું કાર્ય આખા દેશમાં ચાલી રહ્યું છે. હિન્દુ સમાજ નું જાગરણ કરીને સામાજિક તથા ધાર્મિક પ્રહારો થી બચાવવા તથા બેટી બચાવો, ભૂમિ બચાવો જેવા વિવિધ વિષયો પર હિંદુ જાગરણ મંચ કાર્ય કરી રહ્યું છે. આગામી સમયમાં દરેક તાલુકામાં હિંદુ જાગરણ મંચની વિવિધ સમિતિઓ બનાવવામાં આવશે. હિંદુ જાગરણ મંચના સંયોજક શ્રી જયેન્દ્ર ભાઈ પરમાર તથા સહ સંયોજક શ્રી વિપુલભાઈ હિરપરા દ્વારા શ્રી ભરતભાઈ ફલીયા ની નિયુક્તિ ને આવકારેલ છે.