રાજકોટ ગ્રામ્ય વિસ્તારમા હાલમા ગુમ / અપહરણ બાળકો શોધી કાઢવા અંગે ટ્રાઇવ રાખેલ હોઇ જે અન્વયે રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓ તથા જેતપુર ડીવીઝનના એ.એસ.પી.શ્રી સાગર બાગમાર સાહેબનાઓએ ધોરાજી પોસ્ટે વિસ્તારમા થી મનીષભાઇ રતીલાલ ચાંગેલા રહે.ભણગોર તા.લાલપુર વાળાનો ૧૪ વર્ષનો દિકરો તથા તેના મોટાભાઇ નો દિકરો જે તેના ભાભુ નીરૂપાબેન સાથે રહી ધોરાજી ખાતે ધોરણ ૯ મા અભ્યાસ કરતો હોઇ અને નીરૂપાબેન તથા તેનો દિકરો તા .૨૩ / ૦૨ / ૨૦૨૨ ના સાંજના ૧૬/૦૦ વાગ્યે સ્કુલે વાલી મીટીંગમા જતા અને મનીષભાઇ નો દીકરો ઘરે એકલો હોઇ જે કોઇને કહયા વગર ચાર જોડી કપડા લઇ ને તેની ઇ બાઇક લઇ ને કયાક જતો રહેલ હોઇ જેની શોધખોળ કરતા મળી નહી આવતા ધોરાજી પોલીસ સ્ટેશનમા જાણ કરતા પોલીસ ઇન્સ એ.બી.ગોહિલ નાઓએ તાત્કાલીક ટીમો બનાવી બાળકને શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ HAWK – EYE સી.સી. ટીવી કેમેરાની મદદથી સદરહુ બાળક રાજકોટ બાજુ જતો હોવાનુ જાણવા મળતા તુરંતજ એક ટીમને રાજકોટ રવાના કરી રાજકોટ પોલીસની મદદ લઇ રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ રીલાઇન્સ મોલ સામે આવેલ ટ્રાફિક પોલીસની છત્રીની બાજુ મા બાળક લઇને નીકળેલ ઇ બાઇક મળી આવતા તેમજ બાળક ટ્રાફિક પોલીસ ની છત્રીમા સુતો મળી આવતા તેને ધોરાજી પોલીસ સ્ટેશનમા લાવી તેના મા બાપ સાથે તેનુ મીલન કરાવી બાળક ને તેના મા બાપને સોપી આપેલ.