Samay Sandesh News
અમદાવાદક્રાઇમગુજરાત

11 લાખ માં થયો હતો કિશન ભરવાડ ની હત્યા નો સોદો

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં એક પછી એક કટ્ટરપંથીઓ ઉઘાડા પડતા જઇ રહ્યા છે. એટીએસને કમર ગની જ આ કેસમાં મહત્ત્વનો ભેજાબાજ હોવાનું લાગી રહ્યું છે. હત્યા કેસની તપાસમાં જીની તપાસમાં કમર ગનીની બેંક ડિટેલ્સમાં પણ ઘટસ્ફોટ થઇ રહ્યો છે. જેની તપાસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડ્રુ) પણ ટુંક જ સમયમાં જાડાશે. મૌલાનાએ ૨૦૨૧માં બેક એકાઉન્ટ ખોલાવ્યું હતું. ૧૧ લાખથી વધુ રૂપિયા હતા અને એમાંથી તેણે અલગ અલગ લોકોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

તપાસમાં ઘટસ્ફોટ થયા મુજબ, ઇદ પર કુરબાની માટે પણ મૌલાનાએ પૈસા ટ્રાન્સકર કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રિપુરામાં હેઠળ કેસ નોંધાયો તો તેના વકીલને પણ ૧૫૦ લાખ એમાંથી આપ્યા હતા. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ માટે મૌલાનાના વધુ રિમાન્ડ માગવામાં આવશે. આ સાથે જ તેના બીજા સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા, એની અને હવાલાથી પૈસા મોકલ્યા હતા કે નહીં એની શંકાના આધારે હવે ઇડુ પણ આ મામલે તપાસમાં જોડાશે.આ મુદ્દે કમર ગનીનો મોબાઇલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

દિલ્હીના મૌલાના કમર ગની, અમદાવાદના મૌલાના આયુબ અને શબ્બીર સિવાય કેટલા લોકો કટ્ટરતાના નામે અનેક લોકોને ટાર્ગેટ બનાવવા માગતા હતા. આ અંગે હવે સોશિયલ મીડિયા મહત્વની કડી સાબિત થશે. ગુજરાત એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના કમર ગનીનો મોબાઈલ અને અન્ય બાબત અમારા માટે મહત્ત્વના છે. કમર ગનીની સોશિયલ મીડિયા ચેટ અને અન્ય બાબત અંગે હવે લજીને ડિવાઇસ આપવામાં આવ્યા છે, જેમાંથી હવે જે ડેટા રિકવર થશે, એના આધારે જ ગુજરાતમાં કટ્ટરતા અને કમર ગનીના તાર ક્યાં સુધી ઘૂસેલા છે એ જાણવા મળશે.

Related posts

સુરતનાં મહિધરપુરા ની શેરીઓમાં વર્ષો જૂની ભૂલી ગયેલી પરંપરાની ફરી એક વાર શરુ કરાઈ

samaysandeshnews

શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રથમ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન તથા સન્માન સમારોહ યોજાયો

samaysandeshnews

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બનાસની ધન્ય ધરા પર પધારશે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!