Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર: જામનગરના 18 પ્રબુદ્ધ નાગરિકોનું વિશિષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું

ગુજરાત ગૌરવ દિન-૨૦૨૩

જામનગર : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે જામનગરના 18 પ્રબુદ્ધ નાગરિકોનું વિશિષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું

જામનગરમાં ગઇકાલે રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જામનગર જિલ્લાના ૧૮ પ્રબુદ્ધ નાગરિકોનું વિશિષ્ટ સેવા બદલ સન્માન કરી બાંધણીની સાલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામા આવ્યાહતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

જામનગરના જે ૧૮ પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું તેમાં ચાર મહાનુભવોનું શિક્ષણ ક્ષેત્રે, બે વ્યક્તિઓનું આરોગ્ય ક્ષેત્રે, એક વ્યક્તિનું સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે, બે ખેડૂતોનું બાગાયત ખેતી ક્ષેત્રે,ત્રણ વ્યક્તિઓનું સમાજ સેવ ક્ષેત્રે, બે કુમારીઓનું રમત ગમત ક્ષેત્રે, એક નગરિકનું સાહિત્ય ક્ષેત્રે, એક વ્યક્તિનું બાળ સાહિત્ય ક્ષેત્રે તેમજ એક નાગરિકનું નાટ્યક્ષેત્રે સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી વિજયાબેન કરમશીભાઈ બોડા જેઓએ શિક્ષણ ક્ષેત્રે વર્ષ ૨૦૧૩-૧૪ અને વર્ષ ૨૦૨૦-૨૧માં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા એવોર્ડ તેમજ રાજયકક્ષાએ દ્વિતીય સ્થાન, કલા મહાકુંભ-૨૦૧૭ અને ૨૦૨૩માં પ્રાચીન ગરબા સ્પર્ધામાં રાજયમાં પ્રથમ સ્થાન મેળવી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

 

શ્રી ધકુબેન બીજલભાઈ મકવાણાએ ધુવાવ ગામે આવેલ શ્રી સી. આર. મેહતા વિનયમંદિર હાઇસ્કુલ તદ્દન જર્જરિત હાલતમાં હોય દાતાઓ પાસેથી દાન એકત્રિત કરી, શાળાને રીનોવેશન કરાવી, માળખાકીય સુવિધાઓ ઉભી કરાવેલ છે.

સુશ્રી મમતાબેન ધીરજલાલ જોશએ શિક્ષણ ક્ષેત્રે મે-૨૦૨૨ દરમિયાન નેશનલ લેવલની સી સ્કાઉટ ગાઈડ ટ્રેનીંગમાં ગુજરાત રાજ્યમાંથી એકમાત્રની પસંદગી તથા તેઓના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૫-૧૬માં વેઇટ લીફટીંગ સ્પર્ધામાં વિધાર્થીઓએ રાજયકક્ષાએ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.

શ્રી સંજયભાઈ કાન્તિલાલ પરમારને શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરવા બદલ સન્માનિત કરાયા છે. તેઓએ હાઇડ્રોજન ફ્યુઅલ એન્જીનનું મોડલ લઈને આસામ ગુવાહાટી મુકામે ભાગ લીધેલ, ગણિત-વિજ્ઞાન ક્ષેત્ર વિધાર્થીઓને ઉપયોગી થાય તેવી પ્રશ્નબેંક બનાવે છે.

ડો. પ્રેમકુમાર નારશીભાઇ કન્નાર જેઓએ ટી.બી.ના નવા કેસોમાં ૪૦% જેટલી નોંધપાત્ર ઘટાડો લાવવામાં આરોગ્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરેલી છે, જેના કારણે જામનગર જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ.

ડૉ.ભૂપેન્દ્ર ઇશ્વરગીરી ગોસ્વામીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હાજરી આપી તબીબી સેવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

ડો. મૌલિક શાહ જેઓ જામનગરની જીજી હોસ્પિટલમાં ડૉક્ટર છે.અને કન્ટેન્ટ ક્રીએટર પણ છે તેમણે વૈશ્વિક મહામારી – કોવિડ-૧૯ દરમ્યાન જનજાગૃતિ અર્થે ઓડિયો વિડીયો કન્ટેન્ટ બનાવી સોશ્યલ મીડિયા પર પ્રચાર કરેલ છે.

શ્રી સરદારસિંહ લઘુભા જાડેજાએ ભારત સરકારના ચંદ્રયાન પ્રોજેક્ટ માટે સ્પેર્સ બનાવવા DRDL હૈદરાબાદમાં હેવી ડ્યુટી CNC મશીન સપ્લાય કરીને યોગદાન આપ્યું છે તેમજ ડીફેન્સ, રેલ્વે, કૌશલ્ય વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ, અને બ્રાસ ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

શ્રી સુરેશભાઇ ગોપાલભાઇ ગાંગાણીએ બાગાયતી ખેતીમાં ખારી જમીનમાં બિનપિયત વિસ્તારમાં વરસાદનું પાણી સંગ્રહ કરી એપલ, બોર, ખારેક, જામફળ, આંબાના બાગાયતી પાકોનું વાવેતર કરે છે. તેમજ સરકાર માન્ય સજીવ ખેતી અંગેનુ ગોપકાનું સર્ટીફીકેટ મેળવનાર જોડિયા તાલુકાના પ્રથમ ખેડૂત છે. આ ઉપરાંત તેઓ કિશાન સંવાદ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

શ્રી વિશાલભાઈ લવજીભાઈ જેસડિયા જેઓને વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે. તેઓ સફેદ, લાલ, અને પીળા કલરના કમલમ ફ્રૂટનું વાવેતર કરે છે તેમજ નવિન પાક તરીકે સ્ટ્રોબેરી, પીળા કલરના તરબુચ અને તાઇવાન પપૈયાનું વાવેતર કરે છે.

શ્રી વિનુભાઈ ગોરધનદાસ તન્ના શ્રી બાલા હનુમાન મંદિર-જામનગર ખાતે ચાલતી અખંડ રામધૂન ગીનીશ બુક રેકોર્ડઝમા સ્થાન પામેલ છે તેમાં તેઓ સંસ્થાના મંત્રી તરીકે ત્રીસ વર્ષથી સેવા આપી રહ્યા છે.

શ્રી વિક્રમસિંહ ભીખુભા ઝાલા મોક્ષ ફાઉન્ડેશનના નેજા હેઠળ બિનવારસી સહિતના તમામ વર્ગના લોકોની સમાજના રિતી રિવાજ મુજબ અંતિમવિધીની પ્રક્રિયા કરાવી સમાજ સેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

શ્રી રમેશભાઈ વિઠ્ઠલદાસ દત્તાણી શ્રી જલારામ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન શહેર આસપાસના વિસ્તારોમાં ચાર લાખથી વધુ લોકોને ભોજન પહોંચાડેલ અને તોકતે વાવાઝોડા દરમિયાન જામનગર આસપાસના વિસ્તારોમાં ફ્રી ભોજન પહોંચાડી તેમજ તા.૯-૧૧-૨૦૧૩થી તેઓ સતતપણે નિરાધાર લોકોના ઘરે બંને સમય ફ્રી ભોજન પહોંચાડી માનવસેવાની ઉત્તમ કામગીરી કરેલ છે.

સુશ્રી પ્રીતિકા વસાવાએ ઓગસ્ટ-૨૦૨૨ દરમિયાન વિયેતનામ ખાતે આયોજિત 4th એશિયન ટેક્વાન્ડો ચેમ્પિયનશિપમાં તથા જાપાન ખાતે ભાગ લઈ રમતગમત ક્ષેત્રે જમંગરનું નામ રોશન કર્યું છે.

સુશ્રી આદિતી દડીવાલાએ ઓગસ્ટ-૨૦૨૨ દરમિયાન વિયતનામ ખાતે આયોજિત 4th એશિયન ટેક્વાન્ડો ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રમતગમત ક્ષેત્રે આગવી સિદ્ધિ મેળવી છે.

શ્રી સતીશચંદ્ર લાભશંકર વ્યાસે કાવ્ય સંદર્ભિત ત્રણ પુસ્તક પ્રસિદ્ધ થયા છે. બંગાળના વિશિષ્ઠ એવા ૬૦૦ જેટલા “આગમની ગાન” નો ગુજરાતી સમગાની અનુવાદ કરેલ છે.તેમના રવીન્દ્રનાથના કલાવૈભવ ગ્રંથને વોશિંગ્ટન,અમેરિકાની લાયબ્રેરી ઓફ કોંગ્રેસમાં સ્થાન મળ્યું છે. કલા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા ‘સાહિત્યરત એવોર્ડથી સન્માનિત કરાયા છે તેમજ તાજેતરમાં ચિત્રલેખા મેગેઝીન દ્વારા તેઓ “મળવા જેવા ૫૧ માણસો” (વર્ષ ૨૦૨૩) તરીકે ઘોષિત થયા છે.

શ્રી કિરીટભાઇ જે. ગોસ્વામીએ પાંચ ગઝલસંગ્રહો, 30 જેટલા બાળસાહિત્યના પુસ્તકો પ્રકાશિત થયા છે. 15 પુસ્તકો પુરસ્કૃત તેમજ બાળસાહિત્યનો રાષ્ટ્રીય પુરસ્કાર-2022 તેમજ સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમીના પારિતોષિક મેળવેલ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની પાઠ્યપુસ્તકોમાં તેમના કાવ્યોનો સમાવેશ કરાયો છે. સમણું ‘ સામયિકમાં સહ સંપાદક તેમજ સામયિકોમાં નિયમિત લેખન કરે છે. તેમજ પાઠ્યપુસ્તક મંડળમાં કામગીરી કરી બાળ સાહિત્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરી રહ્યા છે.

શ્રી વિરલભાઈ રાચ્છ વર્ષ ૨૦૨૨થી “વીરાજલી” નામના પ્રખ્યાત મેગા મ્યુઝીકલ મલ્ટીમીડિયા શો ના દિગ્દર્શક ઉપરાંત “થીયેટર પીપલ” બેનર હેઠળ ગુજરાતી ભાષાના ૭૦થી વધુ નાટકોમાં અભિનેતા અને દિગ્દર્શક કરી નાટ્યક્ષેત્રે જામનગરનું ગૌરવ વધાર્યું છે.

 

Related posts

જામનગર: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું

cradmin

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇ.પી.કો.કલમઃ-૩૬૩,૩૬૬ મુજબના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

cradmin

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કર્મચારી કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ મુખ્ય હિસાબી અધિકારી શ્રી એ આર મકવાણા સાહેબશ્રી નો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!