૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા જામનગરની હરિયા કોલેજ ખાતે કાનુની જાગૃતિ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મહિલાઓ આર્થીક, સામાજીક તેમજ પારીવારીક રીતે સશક્ત તથા જાગૃત બને તે માટે માર્ગદર્શન તેમજ કાયદાકીય જ્ઞાન આપવામાં આવ્યું હતુ. મહિલા સશક્તિકરણ થકી મહિલાઓ આધ્યાત્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક રીતે શસક્ત બને છે. આ શિબીર મારફત મહિલાઓને તેમની ક્ષમતામાં વિશ્વાસ કેળવી શસક્ત કરવાનો પ્રયાસ કરાયો હતો.
સરકાર પણ મહિલાઓ સશક્ત બને તે માટે અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મુકી તે દિશામાં સતત કાર્યરત છે અને તેથી જ ભારત સરકારે વર્ષ ૨૦૦૧ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કર્યું છે. મહીલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ૨૦૦૧માં પસાર કરવામા આવી અને ભારત સરકાર દ્વારા ૮ માર્ચ ૨૦૧૦માં નેશનલ મિશન ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના પાયા નખાયા. જેના થકી મહિલાઓ માટે સંકલિત વિકાસની પ્રક્રિયાને વેગ મળ્યો.
આંતર રાષ્ટ્રીય યુવા દિન નિમિતે જામનગરની હરિયા કોલેજ (શ્રી. જી.એચ.ગોસરાણી કોમર્સ કોલેજ) ખાતે વિદ્યાર્થિનીઓને માહિલાલક્ષી કાયદાકિય માહીતી આપવામાં આવી હતી તેમજ ૧૮૧ હેલ્પલાઇન વિશે, મહિલા સહાયતા કેન્દ્ર વિશે અને મહિલા મુળભુત ફરજો તેમજ અધિકારો વિશે ૧૮૧ની ટીમના કાઉન્સેલર દ્વારા માહિતી આપી ઉપસ્થિત વિદ્યાર્થિનીઓ તથા મહિલાઓને માહિતગાર કરાયા હતા.