રાજકોટ : માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ:
રાજકોટ તા.૦૬ ફેબ્રુઆરી- મહિલાઓને અભય વચન પૂરું પાડતી અને ૨૪ કલાક અવિરતપણે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમ દ્વારા રાજકોટની માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
રાજકોટના એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમનો સંપર્ક સાધી હસનવાડી ખાતે ભૂલી પડેલી મહિલા વિશે માહિતી આપી હતી. જે અંગે ૧૮૧ ટીમના કાઉન્સિલર કોમલબેન સોલંકી, કોન્સ્ટેબલ શીતલબેન અને ડ્રાઈવર ભાનુબેન મઢવી હસનવાડી ખાતે પહોચ્યા હતા. વૃદ્ધા ખુબ ગભરાયેલ હાલતમાં રડતા હતા. ટીમ દ્વારા કુશળ કાઉન્સિલિંગ બાદ વૃદ્ધ મહિલાને હિમત આપીને ધીરજપૂર્વક ચર્ચા કરી અને વૃદ્ધ મહિલા રાજકોટના જ રહેવાસી છે તેમ જણાવ્યું અને ઘરનું એડ્રેસ જણાવ્યું હતું.
વૃદ્ધાએ જણાવેલ એડ્રેસ પર ૧૮૧ અભયમ ટીમે જઇને આસપાસના વિસ્તારના લોકોને મહિલા અને મહિલાના પરિવાર અંગે પૂછતાં એવી માહિતી મળી હતી કે માનસિક અસ્વસ્થતાને કારણે આ મહિલા અગાઉ પણ બે થી ત્રણ વાર ઘરેથી જતા રહ્યા હતા. ૧૮૧ની ટીમે મહિલાના પૌત્રને ફોન કરીને બોલાવી મહિલાની મનોસ્થિતિ અંગે ચર્ચા કરી મહિલાની તેના પૌત્રને સોંપણી કરી હતી.તેમના પૌત્રએ જણાવ્યું હતું કે દાદી એકલા જ રહે છે, પરિવારના અન્ય સભ્યો સાથે રહેવા તેઓ તૈયાર ન થવાથી તેમને જમવાનું અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમનો દીકરો અને પૌત્ર પૂરું પાડે છે, છતાંય દાદી વારંવાર ઘરેથી નીકળી જાય છે. આમ, ૧૮૧ અભયમ ટીમે વૃદ્ધાનું પૌત્ર સાથે મિલન કરાવી વૃદ્ધાને પરિવાર પાસે સુરક્ષિત પહોચાડી હતી.