“રાધનપુરના બંધવડ માર્ગ પર અણધારી ટક્કર – ઊંટોના ટોળા વચ્ચે કાર ઘૂસી જતા ૩ ઊંટના મોત, ચાલક ઈજાગ્રસ્ત
રાધનપુર, તા. ૨૪ મે:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ નજીક ગુરુવારે રાત્રિના સમયે એક વિચિત્ર અને દુઃખદ માર્ગ અકસ્માત બન્યો, જેમાં પસાર થતી કાર ઊંટના ટોળા સાથે ટકરાતા ૩ ઊંટના મોત થયા, જ્યારે કારને ભારે નુકસાન પહોંચ્યું અને ચાલક સહીત કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા. આ દુર્ઘટના બાદ માર્ગ પર લોકોના ટોળા એકઠા થયા…