સુભાષ માર્કેટ ખાલી કરવા મામલે વેપારીઓની મનપામાં રજૂઆત: 15 દિવસનો સમય આપવા માગણી સાથે રજૂઆત
જામનગર, તા. ૨૮ જૂન:જામનગર શહેરના મધ્યસ્થ વિસ્તારમાં આવેલ સુભાષ માર્કેટને ખાલી કરવા અંગે મહાનગરપાલિકા દ્વારા જે સૂચના આપવામાં આવી છે તે હવે સ્થાનિક વેપારીઓ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આજ રોજ જામનગરના અનેક શાકભાજી અને ફળ ફેરીવાલા તેમજ સુભાષ માર્કેટમાં દિવસો દરમિયાન વ્યવસાય કરતાં વેપારીઓએ એકજૂથ થઈને મહાનગરપાલિકા ખાતે ધસી આવી રજૂઆત કરી હતી….