ધ્રોલના લૈયારા નજીક મોબાઇલ ટાવરમાં મોટી બેટરી ચોરીનો ભંડાફોડ: બે આરોપીની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીક આવેલા મોબાઇલ ટાવરમાંથી થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં ધ્રોલ પોલીસને સફળતા મળી છે. મોબાઇલ ટાવરમાંથી 45 નંગ બેટરીઓની ચોરી થયેલી હતી અને આ મામલે પોલીસે બે આરોપીઓને પકડી પડ્યા છે, જ્યારે તૃતીય આરોપી મોરબીનો એક શખ્સ હજુ ફરાર છે. પ્રાપ્ત વિગતો મુજબ, લૈયારા નજીકના એક મોબાઇલ ટાવરમાંથી અંદાજે…