વિમ્બલ્ડન અંડર-૧૪માં ગીર સોમનાથની જેન્સી કાનાબારે ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વ મંચ પર લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું
મહાન ખેલાડી માર્ટિના હિંગીસે આપી પ્રશંસા, લોહાણા સમાજમાં ખુશીની લહેર વેરાવળ, 16 જુલાઈ: ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ગામની દીકરી અને હાલ જૂનાગઢમાં નિવાસ ધરાવતી જુનિયર ટેનિસ ખેલાડી જેન્સી દિપકભાઈ કાનાબારએ લંડનમાં યોજાયેલી વિમ્બલ્ડન અંડર-૧૪ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત તથા લોહાણા સમાજનું નામ રોશન કર્યું છે. આ ટૂર્નામેન્ટમાં તેણે ચારમાંથી બે મેચમાં વિજય હાંસલ…