મધ્ય ગુજરાતને મળ્યું પ્રેરણાસ્ત્રોતઃ નાવલી ખાતે રૂ. 5 કરોડના ખર્ચે નિર્મિત એન.સી.સી. લીડરશીપ એકેડમીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
આણંદ જિલ્લાના નાવલી ગામે ગુજરાત સરકારના મજબૂત દ્રષ્ટિકોણ અને યુવા સશક્તિકરણની દિશામાં મહત્વના પગલાંરૂપે રૂ. 5 કરોડના ખર્ચે નિર્મિત એન.સી.સી. લીડરશીપ એકેડમી ભવનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ એકેડમી ભાવિ પેઢી માટે નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રસેવાના મૂળ્યોની સંસ્કારશાળાના રૂપમાં કાર્ય કરશે. લોકાર્પણ સમારંભ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ભવનના વિવિધ…