અખંડ ભક્તિનો પ્રતીક: જામનગરના બાલા હનુમાનમાં અખંડ રામધુનનો ૬૨મો વર્ષ આરંભ, ૨૨૨૭૯મો દિવસ થશેઃ ભવ્ય મહાઆરતી અને ઉત્સવની તૈયારીઓ
જામનગર,સમગ્ર વિશ્વમાં ઓળખાણ ધરાવતું અને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલું બાલા હનુમાન મંદિર જામનગરનો ગૌરવ છે. અહીં છેલ્લા ૬૧ વર્ષથી અખંડ ‘શ્રી રામ જય રામ જય જય રામ’ની રામધુન સતત ચાલે છે. આ દૈવી ધ્વનિ ૧ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ શરૂ થઈ હતી અને હવે આ અખંડ રામધુનના ૬૨મા વર્ષમાં મંગલ પ્રવેશ થવાના છે….