ગુજરાત પોલીસના ૧૧૮ શૂરવીર અધિકારી-કર્મચારીઓને પોલીસ ચંદ્રકથી સન્માનિત કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગૌરવપૂર્ણ સમારોહ
રાજ્યના સુરક્ષા તંત્રના પાયો સમાન પોલીસ દળના શૂરવીર અધિકારી-કર્મચારીઓનું ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન કામકાજ સ્વીકાર્ય અને પ્રેરણારૂપ બને તે હેતુથી ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આજે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો. આ ગૌરવમય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે “રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રક” એનાયત કરાયા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચૂંટાયેલા…