ગુજરાતમાં AAPને મોટો ઝટકો: કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું, તબિયતને કારણે રાજકીય વિરામ લેવાની જાહેરાત
ગુજરાતની રાજકીય જંગમાં આમ આદમી પાર્ટીને (AAP) આજે મોટો ધક્કો લાગ્યો છે. પાર્ટીના સિનીયર નેતા અને માણાવદર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામું મોકલી આપતાં જણાવ્યું કે તબિયત સંબંધિત કારણોસર તેઓ હવે રાજકીય પ્રવૃત્તિઓમાંથી વિરામ લેશે. રાજીનામું અપાવનુ કારણ: તબિયત અંગે ડૉક્ટરની સલાહ…