ગુજરાત પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે યોજાઇ હર ઘર તિરંગા અભિયાનની કાર્યશાળા, મુખ્યમંત્રી તથા રાષ્ટ્રીય સહ સંયોજકની ઉપસ્થિતિમાં રાષ્ટ્રભક્તિનું પ્રેરક સંદેશ
ગાંધીનગર,ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગની અખબારી યાદી અનુસાર, આજ રોજ ગુજરાત પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે ‘હર ઘર તિરંગા’ યાત્રા અને અભિયાન સંદર્ભે વિશાળ કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્યો, જીલ્લા પ્રમુખો, જીલ્લા પ્રભારીઓ તેમજ પ્રદેશ પદાધિકારીઓ સાથે સાથે તિરંગા અભિયાનના ગુજરાત સહ સંયોજક પરેશભાઈ પટેલ અને સહ સંયોજક વિશાલભાઈ…