જામજોધપુરથી શરૂ થયેલા બે નવા બસ રૂટોથી વિસ્તારના લોકોને પરિવહન સુવિધામાં નવી રાહત
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લોકો પરિવહન સુવિધાની તંગીને કારણે પરેશાન થઈ રહ્યા હતા. ખાસ કરીને રોજગારી, શિક્ષણ, આરોગ્ય તેમજ ધાર્મિક પ્રવાસ માટે લોકોને વારંવાર લાંબા અંતર સુધી જવાનું રહે છે, પરંતુ પૂરતી સરકારી બસ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી તેમને ખાનગી વાહનો કે મોંઘી મુસાફરીના વિકલ્પો અપનાવવા પડતા હતા. આ સમસ્યાનો અંત લાવવા…