શહેરા શહેરના મુખ્ય માર્ગ પર કાદવ-કીચડ અને ખાડાઓનો કાળો ચહેરો: વાહનચાલકો ત્રાહિમામ, તંત્ર સામે ઉઠ્યા પ્રશ્નો
શહેરા શહેરના હૃદયસ્થાનમાં આવેલો માર્ગ, જે સરકારી દવાખાનાથી લઈને બજાર સુધીનો મુખ્ય કનેક્શન છે, આજે નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયો છે. એક તરફ અહીં રોજના હજારો લોકો અવરજવર કરે છે — દર્દીઓને સરકારી દવાખાના પહોંચવું પડે છે, પોલીસ સ્ટેશનની નજીક હોવાથી કાયદો-વ્યવસ્થા માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો છે, અને બીજી તરફ બજારના વેપારીઓ…