“આદિ કર્મયોગી અભિયાન : આદિવાસી વિસ્તારોમાં શાસન-સેવા વિતરણમાં ધરમૂળથી પરિવર્તન લાવતું ભારતનું સૌથી વિશાળ જનઆંદોલન”
પ્રસ્તાવના ભારત એક બહુવિધતા ધરાવતો દેશ છે જ્યાં આદિવાસી સમાજનો ઈતિહાસ, સંસ્કૃતિ અને જીવનશૈલી દેશની ગૌરવસભર ધરોહર ગણાય છે. પરંતુ દાયકાઓથી આ સમુદાયને આરોગ્ય, શિક્ષણ, પોષણ, આજીવિકા, પાણીની ઉપલબ્ધતા તથા શાસન વ્યવસ્થામાં પહોંચના મુદ્દે પડકારોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિ બદલવા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “છેલ્લા માઈલ ડિલિવરી” ના વિઝનને હકીકતમાં રૂપાંતરિત કરવા માટે…