ચોપડાખુર્દ ગામની ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર મામલે ગામજનોનો બળવો : “તપાસ ન થાય તો મુખ્યમંત્રી સુધી લઈ જઈશું”
શહેરા તાલુકાના ચોપડાખુર્દ ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી તંત્ર અને ગામજનતા વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ગામના અગ્રણીઓ અને જાગૃત ગ્રામજનોએ લાંબા સમયથી દબાયેલા એક ગંભીર મુદ્દાને ફરીથી ખુલ્લેઆમ તંત્ર સમક્ષ રજૂ કર્યો છે. ગામજનોના જણાવ્યા મુજબ વર્ષ 2005 થી 2014 દરમ્યાન ગામની ગ્રામ પંચાયતને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી વિવિધ ગ્રાન્ટોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હતો….