જય માઁ આશાપુરા યુવા મંડળનો 18મો પગપાળા સંઘ : ડોકવા ગામથી અંબાજી સુધી ભક્તિમય યાત્રા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામથી શરૂ થયેલી જય માઁ આશાપુરા યુવા મંડળ સંઘની અંબાજી પગપાળા યાત્રા એ આ વર્ષે પોતાના 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ગામના લોકો માટે આ યાત્રા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આસ્થા, પરંપરા અને એકતાનું પ્રતિક બની ગઈ છે. “બોલ મારી અંબે… જય જય અંબે માતાજી” ના જયઘોષ સાથે…