બનાસકાંઠામાં પોલીસે ચલાવ્યું મોટું ઓપરેશન : નંબર પ્લેટ બદલી અને ખાલી કેરેટની આડસ લગાવી છતા પણ ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો, 13.46 લાખનો મુદ્દામાલ જપ્ત
બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધી કાયદાને ચકમો આપીને વિદેશી દારૂનો જથ્થો ખપત કરવાનો પ્રયાસ કરનારાં ચતુર શરાબખોરો સામે પોલીસે કડક પગલાં લીધાં છે. ચતુરાઈપૂર્વક વાહન નંબર પ્લેટ બદલી નાખવી, ટ્રકમાં ખાલી કેરેટ ભરવી અને અંદરથી વિદેશી દારૂ છુપાવીને ગુજરાતમાં પહોંચાડવાનો પ્લાન ઘડાયો હતો. પરંતુ પોલીસે સુચિત ગુપ્તચર માહિતી આધારે ચેકિંગ હાથ ધરતાં આખી કાવતરાખોરીનો ભંડાફોડ કરી નાખ્યો….