લીંબુ શરબતથી મનોજ જરાંગેની ભૂખ હડતાળનો અંત: મરાઠા સમાજની 8 માંથી 6 માગણીઓ માન્ય થતાં આઝાદ મેદાનમાં ઉજવણીનો માહોલ
મુંબઈના આઝાદ મેદાનમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા મરાઠા આરક્ષણ આંદોલનનો આજે ઐતિહાસિક અંત આવ્યો. મરાઠા આરક્ષણના નેતા મનોજ જરાંગે પાટીલેએ પોતાની અનિશ્ચિત ભૂખ હડતાળ લીંબુ શરબત પીીને સમાપ્ત કરી. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ સબ-કમિટીએ મરાઠા સમાજની કુલ આઠ માગણીઓમાંથી છને સ્વીકારી લેતા જરાંગે પાટીલ અને તેમના હજારો અનુયાયીઓમાં આનંદની લાગણી ફાટી નીકળી. મેદાનમાં હજારોની ભીડ…