પાનમ ડેમ છલકાતાં ખુશીના ઝરણાં: પંચમહાલ જિલ્લામાં ચોમાસાનો ઉલ્લાસ, સુરક્ષા માટે તંત્ર સતર્ક
પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પાણીની જોરદાર આવક થઈ રહી છે. આ કારણે જળાશય 98% સુધી ભરાઈ ગયો છે અને રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્રએ સાત ગેટ આઠ ફૂટ સુધી ખોલીને પાનમ નદીમાં 78,536 ક્યુસેક જેટલું પાણી છોડ્યું છે. આ ઐતિહાસિક નજારો જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી…