ધ્રોલના હૃદયમાં તંત્રની બેદરકારીનો કાળો કિસ્સો: જૂની બિલ્ડિંગ ધરાશાઈ થતાં હાહાકાર, લોકોએ જાતે જ સંભાળ્યો બચાવ અભિયાન
જામનગર જિલ્લાના ઐતિહાસિક શહેર ધ્રોલમાં બનેલી એક ગંભીર ઘટના ફરી એક વાર શહેરી આયોજન, તંત્રની બેદરકારી અને સલામતીના પ્રશ્નોને ચીરવી ગઈ છે. ધ્રોલના મેમણ ચોક વિસ્તારમાં આવેલ એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાઈ થતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટનામાં બિલ્ડિંગની નીચે કેટલાક વાહનો દટાઈ ગયા છે, જેમાં મોટાભાગે મોટરસાયકલનો સમાવેશ થાય છે. હાલમાં…