ધોરાજી બહારપૂરા સિપાઈ જમાત દ્વારા હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબના 1500માં જન્મદિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન – 350થી વધુ દર્દીઓને મફત સારવારનો લાભ
ધોરાજી શહેરમાં બહારપૂરા સિપાઈ જમાત દ્વારા ધાર્મિક, સામાજિક અને માનવતાવાદી ભાવનાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબના 1500માં જન્મદિવસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે ચોકી ફળિયા ખાતે જીલાની હોલમાં સર્વરોગ નિદાન મેગા મેડિકલ કેમ્પ યોજાયો. આ કેમ્પનું આયોજન જમાતના પ્રમુખ યુનુસભાઈ ચોહાણ તથા સામાજિક આગેવાન હાજી ફૈસલભાઈ ચોહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું….