વીરતા, બલિદાન અને ગૌરવની ગાથા: ચોરવાડના વતની વીર શહીદ રાકેશભાઈ દેવાભાઈ ડાભીને શ્રદ્ધાંજલિ
ભારતની ધરતી એ હંમેશાં શૂરવીરોની જન્મભૂમિ રહી છે. રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા શહીદોના નામો ઈતિહાસના પાનાંઓ પર સદા અંકિત રહી ગયા છે. આવાં જ એક શૂરવીર હતા જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામના વતની વીર શહીદ રાકેશભાઈ દેવાભાઈ ડાભી, જેમણે દેશની સુરક્ષા માટે પોતાના જીવનો સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમના અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તાર…