ભરૂચના નેત્રંગમાં ભાજપ ઉપપ્રમુખ બુટલેગર તરીકે ઝડપાયા : 3.26 લાખનો દારૂનો જથ્થો જપ્ત, રાજકીય વર્તુળોમાં હલચલ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં એક એવી ઘટના સામે આવી છે, જેને લઈને માત્ર પોલીસ જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ભારે ચર્ચા છે. સ્થાનિક ભાજપ ઉપપ્રમુખ બાલુ ફતેસિંહ વસાવાને પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યા છે. આરોપી મહારાષ્ટ્ર તરફથી કારમાં બિયર અને દારૂનો જથ્થો લાવી રહ્યો હતો. પોલીસે કુલ રૂ. 3.26 લાખનો મુદ્દામાલ…