પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો મહેસાણા જિલ્લામાં ખેડૂતો સાથે સંવાદ, સ્વસ્થ આહાર અને આત્મનિર્ભર ખેતી તરફ મોટો સંદેશ
મહેસાણા જિલ્લો ગુજરાત રાજ્યમાં કૃષિ માટે વિશેષ સ્થાન ધરાવે છે. આ જિલ્લાનો ખેડૂત પરંપરાગત ખેતીમાં કુશળ રહ્યો છે, પરંતુ સમય જતાં વધતા રાસાયણિક ખાતર અને કીટનાશકોના ઉપયોગે જમીનની તાસીર બગાડી દીધી છે. આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના જશપુરીયા ગામે પધાર્યા હતા, જ્યાં તેમણે “પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે…