🌧️ પહેલી જ નોરતીએ મુંબઈને ભીંજવ્યું: આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, સંભાજીનગરમાં સ્થળાંતર – લાતુરમાં વૃદ્ધાનું મૃત્યુ
શારદીય નવરાત્રીના રંગીન ઉત્સવની શરૂઆત વરસાદી માહોલ વચ્ચે થવાની મુંબઈકારો કલ્પના પણ ન કરી શક્યા હોય તેમ છે. એક તરફ ખેલૈયાઓ રંગબેરંગી પહેરવેશમાં ગરબે ઘુમવા તૈયાર થયા, તો બીજી તરફ કુદરતે વરસાદી છત્રી થોપી દીધી. પહેલી જ નોરતાની સાંજને વરસાદે પૂરેપૂરી રીતે ભીંજવી નાખી. મુંબઈના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારોમાં વરસેલા વરસાદે રાસ-ગરબા રમવા નીકળેલા ખેલૈયાઓમાં…