દ્વારકા પ્રખંડ (ઓખા) ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શસ્ત્ર પૂજન કાર્યક્રમ : યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને શક્તિપ્રેરણાનો સંદેશ
ભારતીય પરંપરામાં નવરાત્રીનો પવિત્ર પર્વ માત્ર આરાધના અને નૃત્યગાનનો ઉત્સવ નથી, પરંતુ તે શક્તિની ઉપાસના અને સકારાત્મક ઉર્જા જાગૃત કરવાનો પ્રસંગ છે. ખાસ કરીને અષ્ટમી અને નવમી તિથિઓ પર શસ્ત્ર પૂજનની પરંપરા છે, જેમાં હથિયારોને માત્ર રક્ષણ માટેના સાધન રૂપે નહીં પરંતુ ધર્મ અને ન્યાયના રક્ષક તરીકે માન આપવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતાં,…