ડુંગળીના ઓછા ભાવ સામે જામજોધપુરમાં અનોખો વિરોધ : ધારાસભ્ય હેમંત ખવા ખેડુતો સાથે રેલીમાં, વેપારીઓને મફત ડુંગળી વહેંચી સરકાર સુધી પહોંચાડ્યો સંદેશ
જામજોધપુર લાલપુર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા ખેડૂતોની પીડા અને તેમની હાલતને અવાજ આપવા અનોખું પગલું લેવામાં આવ્યું. ડુંગળીના ઓછા ભાવને લઈને ખેડૂતોની વ્યથા હવે માત્ર ગામડાંની બેઠકો કે સોસાયટી સુધી સીમિત રહી નથી, પરંતુ ખુલ્લા માર્ગો પર ઉતરીને એક વિશાળ ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહી છે. તાજેતરમાં જામજોધપુર મીની બસ સ્ટેશનથી મામલતદાર…