ભારત-બ્રિટન આર્થિક સહકારના નવા યુગની શરૂઆત: વડા પ્રધાન કીર સ્ટાર્મર મુંબઈ પહોંચ્યા, નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક આજે
ભારત અને બ્રિટન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ અધ્યાયની શરૂઆત થવાની છે. બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર આજે વહેલી સવારે વેપારી પ્રતિનિધિમંડળ સાથે ભારતની આર્થિક રાજધાની મુંબઈ ખાતે આવી પહોંચ્યા છે. તેમની આ મુલાકાત માત્ર રાજદ્વારીય ઔપચારિકતા નથી, પરંતુ આર્થિક, ટેકનોલોજીકલ અને વ્યાપારિક સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે….