મુંબઈએ કર્યો બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનો હારદિક સ્વાગત – યશરાજ સ્ટુડિયોથી કૂપરેજ મેદાન સુધી ભારત-યુકે મિત્રતાનો નવો અધ્યાય
મુંબઈ : ભારતની ધરતી પર હાલ વૈશ્વિક રાજનૈતિક અને સાંસ્કૃતિક હસ્તીઓના અવતરણનો એક વિશેષ સમય ચાલી રહ્યો છે. એ જ અનુપમ ક્ષણોમાંથી એક બની ગઈ ગઈ કાલની સાંજ, જ્યારે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મર મુંબઈ પહોંચ્યા અને તેમણે શહેરની સાંસ્કૃતિક, ફિલ્મી તેમજ રમતગમતની દુનિયામાં નિકટતાથી ઝાંખી કરી. મુંબઈના અંધેરી ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ યશરાજ ફિલ્મ્સ…