વિકાસ સપ્તાહની ઉજવણીમાં જામનગરના મોરકંડા ગામે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે રૂ.1.10 કરોડના અદ્યતન પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું : પશુપાલન ખેડૂતોના આર્થિક ઉન્નતિનો માર્ગ વધુ મજબૂત બન્યો
જામનગર તા. 12 ઓક્ટોબર —રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં નવી યોજનાઓ, વિકાસ કાર્યો અને લોકહિતની પહેલો સતત શરૂ કરવામાં આવી રહી છે. આ જ કડીમાં આજે જામનગર જિલ્લાના મોરકંડા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.1.10 કરોડના ખર્ચે નિર્મિત થનાર…