સ્થાનિક ઉત્પાદનની ઉજવણી સાથે સંસ્કૃતિનો રંગ : જામનગર મહાનગરપાલિકાના સ્વદેશી મેળામાં રાસના તાલે ઝૂમ્યું શહેર
જામનગર — સંસ્કૃતિ, સ્વર, સ્વદેશી વિચાર અને સ્વાભિમાનનો અનોખો મેળાવડો જામનગર શહેરે તાજેતરમાં માણ્યો. જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત “સ્વદેશી મેળો (શોપિંગ ફેસ્ટીવલ)” માત્ર ખરીદી અને વેપાર પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ એ લોકકલાના રંગ, પરંપરાની સુગંધ અને સ્થાનિક ઉત્પાદનોની ઉજવણીનું પ્રતીક બની ગયો. મેળાની ખાસ આકર્ષણરૂપ સાંસ્કૃતિક રાત્રિમાં જ્યારે રંગબેરંગી વેશભૂષામાં લોકોએ રાસના ઘેરા ઘુમતા…