પાટણ જિલ્લામાં ભર શિયાળે કમોસમી વરસાદે ફેલાવી ચિંતા : અણધાર્યા માવઠાથી ખેડૂતોના પાક અને પશુપાલન પર પડ્યો માઠો પ્રભાવ
પાટણ જિલ્લામાં આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ આકાશે અચાનક રંગ બદલીને વરસાદી માહોલ સર્જતા ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને ચિંતામાં મૂકી દીધા છે. સામાન્ય રીતે શિયાળાના આ સમયગાળામાં સુકું અને ઠંડું હવામાન રહેતું હોય છે, પરંતુ આ વખતે ગુરુવારની રાત્રિથી શુક્રવારે વહેલી સવારે પડેલા અણધાર્યા વરસાદે આખા જિલ્લામાં અચંબો ફેલાવ્યો છે. ખાસ કરીને રાધનપુર, સમી…