સમુદ્રમાં તોફાનની ચેતવણી વચ્ચે જામનગર જિલ્લામાં એલર્ટ — માછીમારોને તરત બોટ પરત બોલાવવાનો આદેશ, મત્સ્યોધ્યોગ વિભાગની ચિંતા સ્પષ્ટ
જામનગર જિલ્લામાં સમુદ્રકાંઠે વસતા માછીમાર પરિવારો માટે છેલ્લા બે દિવસથી ચિંતાનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી ખરાબ હવામાનની આગાહી બાદ રાજ્ય સરકારના મત્સ્યોધ્યોગ વિભાગે તાત્કાલિક એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે — દરીયામાં માછીમારી માટે ગયેલી તમામ બોટોને તરત પરત બોલાવી લેવા અને નવી બોટોને ટોકન ઇસ્યુ કરવાનું બંધ રાખવા માટે સૂચના આપવામાં…
 
								 
			 
			 
			 
			 
			 
			