બિહાર બાદ મુંબઈ પર ભાજપનો ફોકસ: BMC ચૂંટણી માટે સંગઠન મજબૂત, ચાર નવા મહાસચિવોની નિમણૂકથી મહાયુતિમાં તેજી
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપે પોતાની આગામી મોટી રાજકીય લડત તરીકે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની આ પ્રતિષ્ઠિત મ્યુનિસિપલ કોર્પોરેશન દેશની સૌથી ધનિક નગરપાલિકા છે. જાન્યુઆરી 2026માં યોજાનારી આ ચૂંટણી માટે હવે દરેક પક્ષોએ પૂરજોશમાં તૈયારી શરૂ કરી છે, અને ભાજપે તો શરૂઆતથી જ સંગઠનને…