જામનગર ના નારણપુર ગામ ખાતે લોકપ્રિય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્રસિહ જાડેજા ના પત્ની રિવાબા જાડેજા દ્વારા સ્ત્રી સશક્તિકરણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જામનગર તાલુકા ના નારણપુર ગામ ખાતે નારણપુર ગામ ના સરપંચ મહેશભાઇ ચાંદ્રા ની આગેવાની માં મહિલા સશક્તિકરણ માટે શ્રી હાલારી ભાનુશાળી સમાજ ની વાડીમાં એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
આ બેઠક માં જામનગર ના જાણીતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા અને દીકરીઓ ને મહિલા શસ્કતિકરણ વિશે માહિતી આપી હતી ત્યારે ગામની મહિલા અને દીકરીઓ એ બહોળી સંખ્યા માં હાજરી આપી હતી
કાર્યક્રમ ની તમામ જવાદારીઓ નારણપુર ગામના સરપંચ મહેશભાઈ ચાંદ્રા ઉપસરપંચ વિજયભાઈ નંદા મણીભાઈ ચાંદ્રા વગેરે ગ્રામજનો દ્વારા ઉઠાવી હતી