“SIRના નામે શિક્ષણનો ‘સાર’ ગાયબ! — શિક્ષકો ચૂંટણીપંચના કામે, બાળકોનું ભણતર બંધ… રાજ્યમાં હજારો શાળાઓ ‘સર વિના’!”
ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં લાંબા સમયથી અનેક પ્રકારના પ્રયોગો, સુધારાઓ અને નીતિપરિવર્તનો થયા છે. પરંતુ આજે સ્થિતિ એવી ઊભી થઈ છે કે શિક્ષણના મૂળ તત્વ એટલે કે ‘શિક્ષક’ જ વર્ગખંડમાંથી ગાયબ થઈ ગયા છે.કારણ — રાજ્યમાં ચાલી રહેલી SIR (Special Intensive Revision) મતદારયાદી પુનઃનિરીક્ષણ કામગીરી! આ પ્રક્રિયા તંત્રની દ્રષ્ટિએ ભલે આવશ્યક ગણાય, પરંતુ તેના કારણે લાખો બાળકોના…