Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Surat: અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી

Surat: અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી: સુરત માં મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનાં સન્માનમાં 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઊજવવામાં આવે છે. અદાણી ફાઉન્ડેશનનાં

ઉત્થાન પ્રોજેકટ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની 25 જેટલી સરકારી શાળામાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ સામેલ થયા હતા.અદાણી ફાઉન્ડેશનનાં ઉત્થાન પ્રોજેક્ટના

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ઉદ્દેશ મુજબ સમાજમાં શિક્ષણની જરૂરિયાત અને શિક્ષણ અંગે જાગ્રતતાં આવે એ માટે અથાગ પ્રયત્ન અવિરત પણે ચાલે છે. શિક્ષણમાં નવીન પ્રયોગો, વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિ દ્વારા બાળકોને જ્ઞાન પીરસવાનું કાર્ય સતત પુરજોશે ઉત્થાન સહાયકો કરી

Read more:- સુરત શહેરમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલાં આરોપીઓને પરેડ ગ્રાઉન્ડ ખાતે એકઠાં કરાયાં

રહ્યાં છે.અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત સુરત જિલ્લાનાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની વિવિધ 25 સરકારી પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ઊજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ગણિત દિવસની ઉજવણી નિમિતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાર્થનાં કાર્યક્રમમાં રામાનુજનનાં જીવન આધારિત તેમની જીવનકવનની ફિલ્મ બતાવવામાં આવી હતી. એ ઉપરાંત ગાણિતિક ગમતો, વિવિધ રમતો, ગણિત કોયડાઓ, વિવિધ ચિત્રો, રમત, આકારોની સમજ માટે વિવિધ ચિત્રો બનાવવાં, આ તમામ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગણિત દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ એ હતો કે વિદ્યાર્થી રોજિંદા જીવનમાં ગણિત વિષયનું મહત્ત્વ સમજે. જાગ્રતતાં આવે. ગણિત જેવાં વિષય પ્રત્યેની નકારાત્મકતાં ઘટે અને ગણિત વિષય માટે રસ-રુચિ વધે એ હતો. રોજિંદા વ્યવહારમાં ગણિતનો ઉપયોગ કઈ રીતે થાય છે એની સીધી અને સાદી સમજ ઉત્થાન સહાયકોએ વિદ્યાથીને આપી હતી.

Related posts

જામનગર ના સીટી B ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટર સાઇકલ ચોરીના ગુનામાં મોટર સાઇકલ સાથે આરોપી ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી પોલીસ

samaysandeshnews

ત્રિપુરા રાજ્યમાં મુસ્લિમોના ઘર અને મસ્જિદ તેમજ મદરેસાઓ પર હુમલો બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

samaysandeshnews

ક્રાઇમ: ગ્રેટર નોઈડામાં ધોરણ 8ની છોકરીએ પાડોશી દ્વારા ઉત્પીડનનો દાવો કર્યો, ઘરે ગળેફાંસો ખાઈ લીધો

cradmin

Leave a Comment

error: Content is protected !!